ભાવનગરના મહુવા તાલુકામાં માલણ નદી પરનો પુલ મુસાફરો માટે જીવના જોખમ સમાન બન્યો. 50 વર્ષ જૂના પુલની બંને તરફની રેલિંગ તૂટેલી હાલતમાં. બ્રિજ પણ ગમે ત્યારે બેસી જાય તેવો ભય. મોટી દુર્ઘટના રોકવા પુલનું તાત્કાલિક રિપેરીંગ કરાવવા સ્થાનિકોની માંગ. આ વાત છે ભાવનગરના મહુવા તાલુકાની.અહિં માલણ નદી પરનો પૂલ મુસાફરો માટે જીવના જોખમ સમાન બન્યો છે. વાહનોથી અવરજવરથી વ્યસ્ત રહેતો આ બ્રિજ પચ્ચાસ વર્ષ જૂનો છે. પૂલની બંને તરફથી રેલિંગ પણ તૂટી ગઈ છે. પૂલના સુરક્ષા પિલર પણ અત્યંત જર્જરીત હાલતમાં છે. જેથી પૂલ પણ ગમે ત્યારે તૂટી શકે તેવી અહિં સ્થિતિ છે. ગંભીરા પૂલ દુર્ઘટના જેવું અહિં ન થાય તે માટે પુલનું સમારકામ કરવાની માગ સ્થાનિકોએ ઉઠાવી છે..હવે જોવાનું રહ્યું કે તંત્ર આ પુલના સમારકામ અંગે તંત્ર ક્યારે ગંભીરતા દાખવે છે.