ભાવનગરના મહુવામાં માલણ નદી પરનો પુલ પણ ખસ્તા હાલતમાં જ છે.શહેર નજીક આવેલો અંદાજિત 50 વર્ષથી જૂનો પુલ છે. અગાઉ ધોધમાર વરસાદથી માલણ નદીમાં પૂર આવતા પુલની એક સાઈડ મોટા પ્રમાણમાં ધોવાઈ ગઈ છે. પુલની બન્ને સાઈડ લગાવેલી પતરાની સેફ્ટી લીન પણ પાણીના પ્રવાહમાં ગરકાવ થઈ ચૂકી છે. ખાસ વાત તો એ છે કે પુલની બન્ને સાઈડ ખુલ્લી હોવાથી વાહનચાલકોમાં અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે.. સ્થાનિક વાહનચાલકો તેમજ માલવાહક વાહનો માટે આ મુખ્ય રસ્તો હોવાથી. nરોજના 5 હજારથી વધુ વાહનચાલકો પસાર થાય છે. રાત્રિ દરમિયાન તો પુલ પરતી પસાર થવું જોખમી બને છે. કારણ કે બન્ને સાઈડ ખુલ્લી હોવાથી જો વાહનચાલક દ્વારા થોડી પણ ચૂક થાય તો નદીમાં પડી જવાનો ભય રહે છે. દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાય છે કે. ઊંડા ખાડામાં વરસાદી પાણી ભરાયેલા છે. જેથી ત્યાંથી પસાર થતા વાહનો પટકાય છે. અને ઘણી વાર વાહનોને નુકસાન પણ થાય છે. રસ્તાની વચોવચ મસમોટો ખાડો જોખમી સાબિત થઈ રહ્યો છે. ત્યારે હવે સમારકામ કરાય તેવી માગ ઉઠી છે.