થરાદના ચાંગડા ખાતે થરાદી, ડીસાવળી, હિન્દવણી, વાવેશી અને સાંચોરી પટ્ટી સમાજના સુધારા માટે બંધારણ નક્કી કરવામાં આવ્યું. જેમાં લગ્ન અને રીતિ-રિવાજો મુદ્દે વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા છે.. લગ્ન પ્રસંગમાં DJ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો. સાથે જ લગ્નમાં વર અને વધુને સમાજના રીત-રિવાજ મુજબના પોષક પહેરવા અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો. આ સાથે જ લગ્ન મંડપમાં ફેરા સમયે ખુરશી અથવા સોફા પર પણ પ્રતિબંધ લાગુ કરાયો છે.. લગ્ન માટે ડિજિટલ આમંત્રણ અથવા સાદી આમંત્રણ પત્રિકા છપાવા અંગ લેવાયો નિર્ણય. આ સાથે જ સગાઈ થયા બાદ સગાઈ તોડનારને પક્ષને રૂ. 7.51 લાખનો અને લગ્ન તોડનારને રૂ. 31 લાખનો દંડ ફટકારવા અંગે નિર્ણય લેવાયો. સાથે જ સગાઈ અને લગ્ન તોડનારને એક વર્ષ માટે સમાજ બહાર કરવામાં આવશે. જો દીકરી સમાજ બહાર લગ્ન કરે તો દીકરીના પરિવારને સમાજ બહાર કરવાનો નિર્ણય લેવાયો. લગ્ન પ્રસંગમાં ચા-કોફી માટે ઉપયોગમાં લેવાતા કપ પર પણ પ્રતિબંધ લગાવાયો. સમાજની મહિલાઓને રાત્રિ મેળવાડામાં જવા અંગે પણ લગાવાયો પ્રતિબંધ.