પાટણના હારીજમાં ઠાકોર સમાજના બંધારણના ધજાગરા ઉડ્યા. સમાજ બહાર કરાયેલ કલાકાર અર્જુન ઠાકોરના સાસરિયામાં જ બંધારણ તૂટ્યું. ઠાકોર સમાજે કુરિવાજો ડામવા રાસ-ગરબા, DJ પર પ્રતિબંધ મુક્યો છે. ઠાકોર આગેવાન મોબુજી ઠાકોરના ઘરે હતો લગ્નપ્રસંગ. બંધારણ તોડનારા પર કાર્યવાહી કરવા બેઠક બોલાવી નિર્ણય લેવાશે. સમાજ બહાર કરાયેલ અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરની ઉપસ્થિતમાં જ હારિજમાં ભવ્ય રાસ ગરબાનું આયોજન કરી. સમાજનું બંધારણ તોડવામાં આવ્યું હતું. અગાઉ સમાજનું બંધારણ તોડનાર સામે સમાજ બહાર કરવા સહિત 1.51 લાખ રકમની દંડકીય કાર્યવાહી પણ થઈ ચુકી છે.