નવસારીમાંથી ઝડપાયો ખુંખાર આતંકવાદી. ગુજરાત એટીએસે નવસારીથી આતંકી ફૈઝાન શેખની ધરપકડ કરી છે. તે જૈશ-એ-મહોમ્મદ, અલ-કાયદાની વિચારધારનો સમર્થક છે. ફૈઝાન પાસેથી એક પિસ્ટલ અને 6 કારતૂસ પણ જપ્ત કરાયા. તેના મોબાઈલમાંથી આતંકી વિચારધારાને સમર્થન કરતું સાહિત્ય પણ મળી આવ્યું. તે સોશિયલ મીડિયામાં આતંકી વિચારધારાના વીડિયો પોસ્ટ કરતો. પયગંબર વિરૂદ્ધ બોલનારાઓ તેમના નિશાને હતા. બીજી તરફ ATSની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, ફૈઝાનના મોબાઈલમાંથી આતંકી સંગઠનોને સમર્થન કરતું ઉશ્કેરણીજનક સાહિત્ય મોટી પ્રમાણમાં મળી આવ્યું.. પયગંબર વિરૂદ્ધ ટિપ્પણીઓ કરતા લોકોની હત્યા માટે તે પોતાના વિચારો અને પ્લાન સોશિયલ મીડિયામા એકાઉન્ટ મારફતે ફેલાવતો હતો. તપાસમાં તેના મોબાઈલમાંથી જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદાના આતંકીઓના વીડિયો અને ઓડિયો પણ મળી આવ્યા.. ATSને તપાસ દરમિયાન અન્ય એક શખ્સનું પણ નામ સામે આવ્યું.. જેની સાથે ફૈઝાન સંકળાયેલો હતો. ATSએ ફૈઝાનના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ સહિતની માહિતી અંગે વધુ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. 19 વર્ષીય ફૈઝાન નવસારીના ઝારાવાડ વિસ્તારમાં શૂટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કરતો હતો. જેની 25 જાન્યુઆરીએ ATSએ ધરપકડ કરી હતી. જ્યા દરજીકામ કરતો હતો, તે દરજી ઈસ્લામુદ્દીને જણાવ્યું કે, તે છેલ્લા 3-4 વર્ષથી તેમના ત્યાં કામ કરતો હતો. દરજીને ત્યાં અનેક UPના કારીગરો કામ કરે છે, પરંતુ તેમના આધાર પુરાવા પોલીસ વિભાગમાં વેપારીએ આપ્યા નહોતા.