એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કહેવાતી સિવિલ હોસ્પિટલમાં બિલાડીઓનો આતંક જોવા મળ્યો છે. વોર્ડ હોય કે લોબી હોય, કે પછી રેડિયોલોજી વિભાગ જ ન હોય.. આ તમામ જગ્યાઓએ બિલાડીઓ દેખાય છે. હદ તો ત્યારે થાય છે કે વોર્ડમાં મેડિકલ વેસ્ટ લઈને બિલાડીઓ આમથી તેમ ફરે છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે ઈન્ફેક્શન લાગી જવાનો પણ ભય આને લીધે પેદા થાય છે. દર્દીના પરિજનોના આરોપ મુજબ તો બિલાડીઓ દર્દીઓની ખાવાની વસ્તુઓ પણ લઈ જાય છે અને ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરવાનો આરોપ લાગ્યો છે. સામાન્ય લોકો પર દમદાટી અને રૌફ જાડતા સિક્યુરીટી ગાર્ડ પણ બિલાડીઓ સામે બિલ્લી બની ગયા છે. જો કે આ મામલો બહાર આવતા સુપરિન્ડેન્ડેન્ટે તપાસ કરવાની ખાત્રી આપી છે.