ગુજરાતમાં આકરા ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે,સૂર્યદેવ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ગરમીને લઈ ચિંતાજનક આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના મતે રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે.મધ્ય ગુજરાતમાં 43 ડિગ્રી તો ઉત્તર ગુજરાતમાં તાપમાન 42થી 43 ડિગ્રીની આસપાસ રહેશે તેવું અંબાલાલનું માનવું છે.એટલુ જ નહીં રાજ્યના પૂર્વના ભાગોમાં પણ આકરી ગરમી પડવાના એંધાણ છે. આ બાજુ હીટવેવની અસરને પગલે આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે. રાજકોટના ધોરાજીમાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો થતા દરરોજ OPD કેસ 700થી વધુ નોંધાઈ રહ્યા છે. ત્યારે વધારે તાપમાનના કારણે તાવ, ચક્કર, ઉલટીના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે.