ખેડાના વડતાલમાં સ્થિત લક્ષ્મીનારાયણ મંદિરના દ્વિ-શતાબ્દી મહોત્સવ નિમિતે સરકારે ₹ 200નો ચાંદીનો સિક્કો બહાર પાડ્યો. મુંબઇની ટંકશાળમાં તૈયાર થયેલો આ સિક્કો 99.9 ટકા ચાંદીથી બનેલો છે. જેનું વજન 40 ગ્રામ છે. તેના પર વડતાલ મંદિરની દિવ્ય પ્રતિકૃતિ અંકિત કરાઇ છે. આ સિક્કા પર મંદિરની સ્થાપનાનો વર્ષ 1824 અને દ્વિ-શતાબ્દી પર્વ 2024નું પણ અંકન છે. જે વડતાલ ધામનું ગૌરવ વધારે છે. ઉલ્લેખનીય છે. ભારત સરકારે બહાર પાડેલો આ પ્રથમ એવો સિક્કો છે. જેના પર સ્વામિનારાયણના કોઇ મંદિરની પ્રતિકૃતિ દર્શાવી હોય.