રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને SOGએ સંયુક્ત દરોડા પાડીને.અરવલ્લીની અસાલ GIDCમાં બાપા શ્રી નામની પેઢીમાંથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે...24 લાખની કિંમતનો ઘી અને બટરનો જથ્થો ઝડપાયો છે.ધી અને બટરના નમૂના તપાસ માટે મોકલાયા છે..તપાસમાં ઘીમાં ભેળસેળ સાબિત થશે કાર્યવાહી થશે..સાથે આ ફેક્ટરી પાસે લાયસન્સ ન હોવા છતાં ઘી અને બટરનું પેકેજિંગ કરાતું હોવાથી તે અંગે પણ અલગથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.