ઈઝરાયેલ-અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર ભારતમાં પણ વર્તાઈ રહી છે. સૌપ્રથમ એલપીજી સિલિન્ડરને કારણે શહેરમાં અરાજકતા ફેલાઈ હતી. જોકે હવે યુદ્ધની અસર મેડિકલ ક્ષેત્રે પણ જોવા મળી રહી છે. મેડિકલની સર્જિકલ ડિસ્પોઝેબલ સાધનો ઉપરાંત સર્જિકલ સાધનો વિદેશથી ઈમ્પોર્ટ કરાય છે. જેને કારણે તમામ વસ્તુ પર 15 ટકાનો ભાવ વધારો હાલમાં જોવા મળી રહ્યો છે.કંપનીઓ હોલસેલના વેપારીઓને ભાવ વધારા સાથેના ભાવપત્રકો મોકલી રહ્યા છે. જેની સીધી અસર દર્દી પર થશે. ઉલ્લેખનીય છે કે, મોટાભાગનાં મેડિકલ અને સર્જિકલ સાધનો પ્લાસ્ટિકમાંથી બને છે, તેને કારણે આ ભાવ વધારો જોવા મળી રહ્યો છે, કારણ કે પ્લાસ્ટિકના ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાયો છે. શહેરમાં 300 હોસ્પિટલો છે, જ્યાં દરરોજ સરેરાશ 5 થી 8 સર્જરી કરવામાં આવે છે.