લીંબડી શહેર પાસે નિર્માણાધીન ઓવરબ્રિજના સર્વિસ રોડ પર બે મસમોટા ખાડાના કારણે બંને સાઇડ આશરે 8 કલાક સુધી 25 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો. લીંબડી પાસે ટ્રાફિક જામ થતા અમદાવાદથી રાજકોટ અને રાજકોટથી અમદાવાદ તરફ આવતા વાહનચાલકો ફસાયા હતા અને ભારે પરેશાન જોવા મળ્યા હતા.