સુરતમાં છેલ્લા આઠ વર્ષથી. ગણેશોત્સવ દરમિયાન. "ટ્રી ગણેશા"ની સ્થાપના થાય છે. જેની વિશેષતા એ છે કે. પર્યાવરણને ધ્યાનમાં રાખીને જ. અહીં ગણેશજીની સ્થાપના થાય છે. લોકોમાં જાગૃતિ આવે.. તે હેતુથી. વર્ષ 2018થી પર્યાવરણ સંબંધિત. વિવિધ થીમ પર. અહીં ગણેશજીને બિરાજમાન કરાય છે. આ વખતે. "રિવાઈવલ ઑફ લોસ્ટ બાયો ડાયવર્સિટી"ની થીમ પર. ટ્રી ગણેશાને બિરાજમાન કરાયા છે. લુપ્ત થવાને આરે પહોંચેલા પશુ-પક્ષી કે જીવજંતુઓ અંગે. લોકોમાં જાગૃતિ લાવવાનો આ થીમનો હેતુ છે. ખાસ તો યુવા પેઢી જાગૃત બને તે માટે. 8 વર્ષ પહેલાં. ગ્રીનમેન તરીકે ઓળખાતા વિરલ દેસાઈએ આ અભિયાન શરૂ કર્યું હતું. અગાઉ ઈકો સિસ્ટમ રિસ્ટોરેશન. અર્બન ફોરેસ્ટ જેવી થીમ પણ રખાઈ હતી. એશિયા બુક ઑફ રેકોર્ડ દ્વારા. "ટ્રી ગણેશા"ને વિશ્વની એકમાત્ર એવી "ધાર્મિક-સાંસ્કૃતિક ઈવેન્ટ" તરીકે ઓળખવામાં આવી છે. કે સંપૂર્ણપણે પર્યાવરણને જ કેન્દ્રમાં રાખે છે. અને તે બદલ જ. તેને એશિયા બુક ઑફ રેકોર્ડસમાં સ્થાન આપ્યું છે. આ ઉત્સવમાં. સુરત પોલીસ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ગુજરાત વન વિભાગ પણ. સત્તાવાર રીતે જોડાયેલા છે. જેમના સમર્થનથી. અભિયાને વિશાળ રૂપ ધારણ કર્યું. વિરલ દેસાઈનું કહેવું છે કે ટ્રી ગણેશા. એ માત્ર એક ઉત્સવ નહીં. પરંતુ, એક એવી ચળવળ છે. કે જે યુવા પેઢીને. પર્યાવરણ સાથે જોડે છે. "પ્રદૂષણ અને ક્લાયમેટ ચેન્જ વિરુદ્ધ સત્યાગ્રહ" ચળવળ અંતર્ગત. લગભગ 1 લાખ જેટલાં. "પર્યાવરણ સેનાની" તૈયાર થયા છે.