સુરતમાં શિક્ષણ સહાય મેળવવામાં મુશ્કેલી પડતાં એક હજારથી વધુ રત્નકલાકારોએ માહિતી મેળવવા માટે RTI (માહિતી અધિકાર કાયદા) અરજી કરી છે. રત્નકલાકાર સમાજના બાળકોને શિક્ષણ સહાય આપવા માટેના લગભગ 26 હજાર ફોર્મ સરકાર દ્વારા રદ કરવામાં આવ્યા છે. આટલી મોટી સંખ્યામાં ફોર્મ શા માટે રદ કરવામાં આવ્યા, તે જાણવા માટે રત્નકલાકારોએ આ અરજી કરી છે. ડાયમંડ યુનિયન એ સરકાર સમક્ષ માગણી કરી છે કે સરકારે મોટું મન રાખીને રદ થયેલા આ તમામ ફોર્મ અંગે ફેર વિચારણા કરવી જોઈએ, જેથી આ ગરીબ પરિવારોના બાળકોને શિક્ષણ સહાય મળી શકે.