સોશિયલ મીડિયામાં રીલ બનાવવાનું ભૂત યુવકોને એટલી હદે વળગી ગયું છે કે, તેઓ કોઈપણ જોખમ લઈને લાઈક્સ મેળવવા મથતા હોય છે. ત્યારે સુરતના વેસુમાં આવેલા મોલની ઉંચાઈ પર આવેલી પાળી પર રીલ બનાવવા ચઢેલા બે યુવકોને પોલીસે ઝડપી લઈને શાન ઠેકાણે લાવી દેતા બે હાથ જોડીને માફી માગી હતી.