સુરતમાં લીલાછમ શાકભાજી ખાતા પહેલા સાવધાન.ગટરના ગંદા પાણીમાં શાકભાજી ધોવાતો વીડિયો થયો વાયરલ.સુરતના સહારા દરવાજા વિસ્તારનો વીડિયો થયો વાયરલ.વેચાણ પહેલા કોથમીરને ગંદા પાણીમાં ધોવામાં આવી. સૌપ્રથમ આ દ્રશ્યો જુઓ. વાયરલ વીડિયો સુરતના સહારા દરવાજા વિસ્તારનો છે.. જ્યાં એક શાકભાજીનો વેપારી કોથમિરને વેચાણ પહેલા ગંદા પાણીમાં ધોઇ રહ્યો છે.. આ દ્રશ્યો જોઇને આપ ઘટનાની ગંભીરતા સમજી જ ગયા હશો. જો આવી સ્થિતિમાં વેચાતુ શાકભાજી આરોગતા હોવ તો આપે ચેતવાની જરૂર છે. રસ્તા પરના દુષિત પાણીમાં ધોવાયેલા શાકભાજી આપનું આરોગ્ય બગાડી શકે છે. આમ તો લીલાછમ શાકભાજી આરોગ્ય માટે લાભદાયી હોય છે, પરંતુ જો આવી હાલતમાં ધોવેયાલું શાકભાજી આરોગવામાં આવે તો બીમાર પડવાનું નક્કી છે.