સુરતમાં TRB જવાનની માનવતાભરી કામગીરી, વૃદ્ધને ખંભે ઉંચકી રોડ ક્રોસ કરાવ્યો સુરતના અઠવાગેટ વિસ્તારનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક વૃદ્ધ રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ ભારે ટ્રાફિકના કારણે વૃદ્ધને રોડ ક્રોસ કરવામાં મુશ્કેલી થઈ રહી હતી. ત્યારે ફરજ પર હાજર TRB જવાનને વૃદ્ધની મદદ કરી. જવાને પોતાના ખંભે ઉચકી વૃદ્ધને રસ્તો પાર કરાવ્યો. ત્યારે TRB જવાવની આ માનવતાભરી કામગીરીની લોકો પ્રશંસા કરી રહ્યા છે.