સુરતમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારા વાહનો સામે ટ્રાફિક પોલીસે તવાઈ બોલાવી છે.ભારે વાહનોના અકસ્માત અટકાવવાની ઝૂંબેશના ભાગરૂપે પોલીસે સુરત મનપાના વાહનો, સિટી બસ અને કચરાની ગાડીઓ સામે કડક કાર્યવાહી કરી છે.જેમાં પોલીસે કચરાની 20 જેટલી ગાડીઓ ડિટેઈન કરીને દંડ ફટકાર્યો છે..કચરાની ગાડી હંકારતા કેટલાક ડ્રાઈવરો પાસે લાયસન્સ પણ ન હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.તો બીજી તરફ સીટ બેલ્ટ પહેર્યા વગર ડ્રાઈવિંગ કરતા સિટીબસના ડ્રાઈવરો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.