નદીની વચ્ચે ગણપતિ બાપ્પા! સુરતમાં શ્રીજીની આવી અનોખી સ્થાપના જોઈ છે? સુરતની તાપી નદીની વચોવચ પાણીમાં જ ગણેશજી બિરાજમાન થયા છે! માછીમાર સમાજે દર વર્ષની પરંપરા મુજબ નદીની વચ્ચે મંચ બનાવીને શ્રીજીની સ્થાપના કરી છે. આ પરંપરા આજની નથી. 2007થી તાપી નદીમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. માછીમાર સમાજ માટે તાપી નદી માત્ર નદી નથી. નદી જ તેમની રોજીરોટી છે, અને સમાજના અનેક પ્રસંગો પણ નદી સાથે જોડાયેલા છે. માન્યતા એવી છે કે વિઘ્નહર્તા ગણેશજી તાપીના પૂરના સંકટથી રક્ષણ આપે છે. એટલે જ દર વર્ષે શ્રદ્ધા સાથે નદીની વચ્ચે બાપ્પાને બિરાજમાન કરવામાં આવે છે. શ્રીજીની આ અનોખી સ્થાપના ભક્તો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની છે. અને સાથે જ અહીંથી પર્યાવરણ જાળવણીનો સંદેશ પણ આપવામાં આવી રહ્યો છે. અર્થાત્. નદી સાથે જીવન, નદી સાથે શ્રદ્ધા અને નદી સાથે જ બાપ્પા! અને તમે આ વર્ષે ગણપતિ બાપ્પાની સ્થાપના કયા મુહૂર્તે કરવાના છો?