સુરતની (Surat) RTOએ પ્રજાના હિતને ધ્યાને લઇ મોટો નિર્ણય કર્યો છે. હવે સવારે સાડા 6 વાગ્યાથી જ સુરત RTO પોતાની કામગીરી શરૂ કરી દેશે અને રાતના 10 વાગ્યા સુધી કાર્યરત રહેશે. ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ચાલકોના લાઇસન્સ સહિતની કામગીરી માટે RTOએ સમય વધાર્યો છે. લોકોના ધસારાને ધ્યાને લઇ બે શિફ્ટમાં કામગીરી ચાલુ કરાઇ છે. હવે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે સરળતાથી એપોઇન્ટમેન્ટ મળી રહેશે. લોકોને વધુ ધક્કા નહીં ખાવા પડે.