જરા વિચાર કરો. તમે કોઈ અજાણ્યા દેશમાં પ્રવાસ પર ગયા છો. નવા લોકો.. અલગ ભાષા. અલગ રહેણીકરણી. અને તેવામાં તમારો ફોન પણ ખોવાઈ જાય છે.. હાલના સમયમાં જ્યારે બધી જ માહિતી ફોનમાં મળી રહેતી હોય છે ત્યારે ફોન વગર કેટલી મુશ્કેલી સર્જાઈ શકે તે તો વિચારવું જ રહ્યું. એવું જ કંઈક જર્મનીથી આવેલી મહિલા સાથે થયું. આ મહિલાની રાજસ્થાનના પ્રવાસ દરમિયાન એક સુરતના યુવક સાથે મિત્રતા થઈ હતી જે બાદ જર્મનીની આ મહિલા વડોદરાથી સુરત પહોંચી. પરંતું ટેક્સીમાં પોતાનો ફોન ભૂલી ગઈ હતી. જે બાદ તેણે પોલીસનો સંપર્ક કર્યો. પોલીસે અંદાજે 35 જેટલા CCTV કેમેરાની મદદથી ટેક્સી ચાલકને શોધી કાઢ્યો અને મહિલાનો ફોન પરત કર્યો. ત્યારે કલાકોમાં જ ફોન મળી જતાં જર્મનીથી આવેલી મહિલા અને તેના મિત્રોએ હાશકારો અનુભવ્યો હતો. અને પોલીસનો આભાર માન્યો.