ઓક્ટોબર 2022માં બ્રિજ બનાવવાનો વર્ક ઓર્ડર આપ્યો હતો.જે બાદ 2024માં બ્રિજ ખુલ્લો મુકવાનો હતો.14 મહિનાના વિલંબ બાદ બ્રિજને ગઈકાલે જ ખુલ્લો મુકવામાં આવ્યો.તંત્ર દ્વારા તૈયાર કરાયેલા બ્રિજનું ઉદ્ધાટન તો કરી દેવાયું પરંતુ બ્રિજની સામે રેલવે લાઈન ક્રોસ કરતો કનેક્ટિંગ બ્રિજ હજુ સુધી બન્યો જ નથી. જેના કારણે વાહનચાલકો 600 મીટરો બ્રિજ ક્રોસ કર્યા પછી યુટર્ન લેવો પડી રહ્યો છે.જો આ રેલવે બ્રિજ સમયસર બની ગયો હોત તો વેસુને નેશનલ હાઈવે નંબર 48 સાથે સીધું જોડાણ મળતુ..જેના કારણે ડિંડોલી અને લિંબાયત વિસ્તારના અંદાજે 5 લાખ લોકોને ડુમસ, વેસુ અને અલથાણ પહોંચવા માટે ઘણી સરળતા રહેતી.59 કરોડના ખર્ચે તૈયાર થવાના બ્રીજના કામમાં વિલંબના કારણે અત્યાર સુધી 74 કરોડનો ખર્ચ થયો અને પ્રજાના વધારાના 15 કરોડ ખર્ચાયા પરંતુ હજુ પણ રેલ્વે બ્રીજનું કામ માત્ર 56 ટકા પૂર્ણ થયુ હોવાથી લોકોને હજુ થોડા સમય હાલાકી ભોગવવી પડશે