સુરતમાં ગૌ ભક્તોએ ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માગ સાથે વડાપ્રધાનને રક્તથી પત્ર લખ્યો. ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવા માટે મોટી સંખ્યામાં ગૌ ભક્તોએ રેલીમાં યોજી. બળદગાડા અને બુલડોઝરનો પણ રેલીમાં સમાવેશ કરી. ગૌ ભક્તોએ ગૌ રક્ષાનો સંદેશ આપ્યો. મહત્વનું છે કે ગૌ ભક્તોએ ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માગ સાથે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને તેમના રક્તથી પત્ર લખ્યો. ગૌ ભક્તોએ પોસ્ટરો સાથે નારા લગાવીને ગાય માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા માટે માગ કરી.