ગણેશ પંડાલમાં પાણી પણ આ નજારો જોઈને સુરતના વેપારીઓની આંખો ભીની થઈ જશે! સુરતમાં ગણેશોત્સવ માત્ર ભક્તિ પૂરતો નથી રહ્યો. આ વખતે એક ગણેશ પંડાલ પૂરની વેદનાની યાદ અપાવી રહ્યો છે! લસકાણા-કઠોદરાની શુકનવેલી રેસિડેન્સીમાં 80 ફૂટના ભવ્ય પંડાલમાં પોદ્દાર આર્કેડની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરાઈ છે. તાજેતરના ભારે વરસાદમાં પોદ્દાર આર્કેડમાં પાણી ઘૂસી જતા વેપારીઓને મોટું નુકસાન થયું હતું. એ જ દર્દને પંડાલમાં જીવંત કરાયું છે. પંડાલમાં પાણીનો વાસ્તવિક પ્રવાહ અને નાઈટ લાઈટિંગથી એવું દૃશ્ય ઊભું કરાયું છે કે જાણે આખું માર્કેટ પાણીમાં ગરકાવ થઈ ગયું હોય! સંદેશ એકદમ સ્પષ્ટ છે. ફરી આવી આફત ન આવે અને વેપારીઓને નુકસાન ન થાય એવી પ્રાર્થના ગણપતિ બાપ્પાને! આ પંડાલ પાછળ 20થી 50 યુવાનોની ટીમે દિવસ-રાત મહેનત કરી છે. ગયા વર્ષે ગંભીરા બ્રિજની થીમ બાદ આ વર્ષે પણ યુવા ગ્રુપે ભક્તિ સાથે સામાજિક સંદેશ આપ્યો છે.તમારા ઘરે કે સોસાયટીમાં ગણપતિ સ્થાપના કરી રહ્યા છો? તો કયા મુહૂર્તમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરશો, એ કોમેન્ટમાં જરૂર લખો!