દિવાળી પૂર્વે સુરત મનપાના આરોગ્ય વિભાગે નકલી ઘી વેચાણ સામે મોટી કાર્યવાહી કરી. અમરોલીની શ્રી મહાદેવા ડેરી, ન્યૂ આદિનાથ ડેરી અને ન્યૂ આદિનાથ ગોડાઉનમાંથી લેવાયેલા ઘીના સેમ્પલ લેબ પરીક્ષણમાં ફેલ થયા. મનપાએ કુલ 9 હજાર કિલો ઘી જપ્ત કર્યું અને 4 આરોપીની ધરપકડ કરી. નકલી ઘીમાં વનસ્પતિ ઘી અને કેમિકલની ભેળસેળ આરોગ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે, ખાસ કરીને બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે.