પેટ્રોલ ડીઝલનાં વધતા ભાવ, ઇંધણની સ્થિતિમાં અસમંજસ આ સ્થિતિને કારણે ઇલેક્ટ્રિક વાહનોનાં વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે. સુરતીલાલાઓ એ હવે ગો ગ્રીનનું સુત્ર અપનાવ્યું હોય તેવું લાગી રહ્યુ છે. છેલ્લા 3 મહિનામાં સુરત શહેરમાં ઇલેક્ટ્રીક સ્કુટર અને બાઇકનું વેચાણ બેવડાયું છે. પહેલા જ્યાં મહિને 40થી 45 ઇલેક્ટ્રિક સ્કૂટર વેચાતા તેના બદલે હાલ 100 જેટલા ઇલેક્ટ્રિક સ્કૂટર વેચાઇ રહ્યા છે. ગ્રાહકો તરફથી ખરીદી માટેની ઇન્કવાયરીમાં પણ વધારો થયો છે. લો સ્પીડ ઇલેક્ટ્રિક સ્કૂટરની માંગ 80ટકા જેટલી વધી છે. એક તરફ ઇંધણનાં વધતા ભાવ, બીજી તરફ સરકાર તરફથી વિદ્યાર્થીઓને EV ખરીદવા માટે મળતી સબસિડી આનાં માટે કારણભૂત છે. વડા પ્રધાન મોદીના આહવાન બાદ ઈલેક્ટ્રીક સ્કૂટરોની ભારે ડિમાન્ડ ઊભી થઈ છે.