બે મિત્રોની ગાઢ દોસ્તી પર એક કવિએ લખ્યું છે,, કે મિત્ર એસા કિજીએ, જે ઢાલ સરીખો હોય. સુખ મેં જો પીછે રહે, ઔર દુ:ખ મેં આગે હોય.. આ પંક્તિને ખરા અર્થમાં ચરિતાર્થ ક્યું છે સુરતના એક સાચા મિત્રએ. તાજેતરમાં સુરતમાં ખાડીપૂરના પાણી ફરી વળ્યા. વરાછાના પોદ્દાર માર્કેટમાં સંદીપ ભંડેરી નામના વેપારીના ગોડાઉનમાં પાણી ભરાયું.. અને 45 લાખનો માલ પલળતા નુકસાન થયું. વર્ષોની મહેનત પર પાણી ફરી વળતા સંદીપની આર્થિક સ્થિતિ કફોડી બની. જોકે પોતાના મિત્રની દશા જોઇને મનોજ ક્યાડા અને અલ્પેશ માલાણી નામના મિત્રોથી રહેવાયું નહીં. અને સંદીપના કહેવાની રાહ જોયા વગર જ 10 લાખ રૂપિયા લઇને દુકાને પહોંચી ગયા. મિત્રો રૂપિયાની મદદ લઇને આવતા જ સંદીપ ભાવૂક બન્યો. આ ઘટનાનો વીડિયો આજકાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે. આ છે સાચી દોસ્તી. મદદે આવેલા મિત્રોનું માનવું છે કે ખરા સમયે કામ ન આવે એ મિત્રતા કેવી.?