ઉત્તરાયણના પર્વમાં પતંગની ઘાતકી દોરીથી લોકો ઘાયલ થતા હોય છે ત્યારે અમદાવાદમાં શિક્ષણ વિભાગ અને વન વિભાગના સંયુક્ત પ્રયાસથી વિદ્યાર્થીઓને જાગૃત કરવા માટે કાર્યક્રમ યોજાયો હતો.અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધારાસભ્ય અમૂલ ભટ્ટ અને DEO ની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓ ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા પ્રતિજ્ઞા લીધી છે.આ ઉપરાંત ઉત્તરાયણ દરમિયાન સવારે નવ વાગ્યા પહેલા અને સાંજે 5:00 વાગ્યા પછી પતંગ નહીં ચગાવવાનો વિદ્યાર્થીઓએ સંકલ્પ લીધો છે.આ ઉપરાંત પશુઓ અને પક્ષીઓ ઇજાગ્રસ્ત ન થાય તે માટે ધ્યાન રાખવા પણ વિદ્યાર્થીઓને સમજાવવામાં હતું