વડોદરાના પાદરા એસટી બસ ડેપોમાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. સમયસર બસ ન મુકાતા વિદ્યાર્થીઓએ એસટી બસો રોકીને ડેપો બહાર ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. અનેક સમયથી રજૂઆત બાદ યોગ્ય રૂટ પર બસ ન મુકાતા વિદ્યાર્થીઓએ બસ રોકી વિરોધ પ્રદર્શન કર્યું હતું. પાદરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડયો હતો.