અમદાવાદમાં શ્વાનના આંતકની ઘટના સામે આવી છે. જુહાપુરાના ફતેવાડીમાં બાળક રમી રહ્યું હતું. ત્યાં રખડતા શ્વાને બાળક પર હુમલો કર્યો હતો. બાળકની બૂમો સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા. જે બાદ બાળકનો આબાદ બચાવ થયો હતો. શ્વાનના હુમલામાં ઘાયલ બાળક હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યાં તેની સ્થિતિ સ્થિર છે.