વૈશ્વિક પરિસ્થિતિને અનુલક્ષી ખર્ચ ઘટાડવા માટે રાજ્ય સરકારે નવો પરિપત્ર જાહેર કર્યો. જેમાં સરકારી ખર્ચ અને ઈંધણના વપરાશ પર કાપ મૂકવા નિર્દેશ અપાયા. ઉચ્ચ અધિકારીઓની મંજૂરી વગરની મુસાફરી પર પ્રતિબંધ, એકથી વધુ ચાર્જ ધરાવતા અધિકારીઓને વધારાના વાહન જમા કરાવવા જેવા 11 નવા નિયમો જાહેર કરાયા.