રાજ્યમાં નુક્સાનગ્રસ્ત ખેડૂતો માટે દિવાળી પર રાહતના સમચારા સામે આવ્યા છે.ગુજરાતમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં પડેલા ભારે વરસાદથી ખેડૂતોને થયેલા નુક્સાન અંગે રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી છે.કૃષિપ્રધાન જીતુ વાઘાણીએ કુલ 947 કરોડ રૂપિયાના સહાય પેકેજની જાહેરાત કરી છે.જેમાં SDRFની જોગવાઈ મુજબ કેન્દ્ર સરકારમાંથી 563 કરોડની સહાય. અને રાજ્ય સરકાર દ્વારા 384 કરોડની વાધારાની સહાય ઉમેરીને કુલ 947 કરોડની સહાય કરવામાં આવશે. જેમાં કચ્છ, વાવ-થરાદ, પાટણ સહિત 5 જિલ્લાના ખેડૂતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પેકેજમાં જે ખેડૂતોને પાકમાં 33 ટકાથી વધુનું નુકસાન થયું હોય. તેમને 2 હેક્ટર સુધીની મર્યાદામાં સહાય મેળવા પાત્ર રહેશે.જેમાં બાગાયત પાકોમાં હેક્ટર દીઠ રૂપિયા 7.220ની સહાય, વરસાદી-પિયત પાકોમાં પ્રતિ હેક્ટર 7,210ની સહાય અને વાવેતર બાદ નિષ્ફળ પાકોમાં હેક્ટર દીઠ 6,800ની સહાય ચૂકવામાં આવશે. આ ઉપરાતં જે ખેડૂતોના ખેતરમાં એક નવેમ્બર સુધી પાણી ભરાયેલા હોય. તેમણે પ્રતિ હેક્ટર 20 હજારની વધારાની સહાય આપવામાં આવશે.જે માટે સેટેલાઈટ સહિતના સર્વે કરી નિર્ણય કરવામાં આવશે. વધુમાં સાથે કૃષિ પ્રધાન કહ્યું કે..વાવ થરાદમાં પાણી ભરાવવાની સમસ્યા કાયમી ધોરણે ઉકેલવા માટે જરૂર પડે તો 5 હજાર કરોડ આપવાની પણ મુખ્યપ્રધાનની તૈયારી દર્શાવી છે.