કચ્છના સરહદી વિસ્તારમાંથી પાકિસ્તાની જાસૂસ પકડાયો. ગુજરાત ATSએ પાકિસ્તાન માટે જાસૂસી કરતા સહદેવસિંહ ગોહિલ નામના શખ્સની ધરપકડ કરી. તે ગુજરાતના અમુક સ્થળોની અને નેવી તથા BSFની માહિતી જાસૂસ પાકિસ્તાન મોકલતો હતો. આરોપીના ફોનની FSL તપાસમાં સામે આવ્યું કે આરોપી પાકિસ્તાની યુવતીને વોટ્સએપથી માહિતી શેર કરતો.