મહેસાણા શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા માટે જિલ્લા પોલીસ વડા એક્શન મોડમાં આવ્યા છે. મહેસાણા એસપી હિમાંશુ સોલંકી પોતે ઉચ્ચ પોલીસ અધિકારીઓના કાફલા સાથે સૌથી વ્યસ્ત ગણાતા રાધનપુર રોડ પર અને ભમરિયા નાળા જેવા વિસ્તારોમાં સાંજના સમયે ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાતી હોય છે. જ્યાં ફૂટ પેટ્રોલિંગ માટે ઉતર્યા હતા. પોલીસે આ વિસ્તારમાં સઘન વાહન ચેકિંગ હાથ ધરીને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. આ દરમિયાન શંકાસ્પદ વાહનો, નંબર પ્લેટ વગરના બાઈક તેમજ કાળા કાચવાળી ફોર-વ્હીલર ગાડીઓનું ખાસ ચેકિંગ કરવામાં આવ્યું હતું. ફૂટ પેટ્રોલીંગ દરમિયાન જે દુકાનો પર સીસીટીવી કેમેરા નહોતા, ત્યાં આગામી બે થી ત્રણ દિવસમાં કેમેરા લગાવવા માટે સૂચના આપી હતી,