દક્ષિણ ગુજરાતમાં 15 વર્ષ પછી મોટા વીજ સંકટની આશંકા, વીજ સંકટને કારણે સુરતમાં ઉદ્યોગો પર મોટી અસર થવાની ભીતિ. દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ મિટીંગ કરી વીજકાપની સૂચના આપી. ઉદ્યોગો માટે ગાઇડલાઇન કરાઈ જાહેર અઠવાડિયામાં 1 દિવસ સાંજે 4 થી રાત્રે 12 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવા સૂચના. દરમિયાન વીજળી ગુલ થવાથી ઔદ્યોગિક ઉત્પાદન સંપૂર્ણપણે ઠપ્પ થઈ જવાની ભીતિ. ઉલ્લેખનીય છે કે વૈશ્વિક યુદ્ધની સ્થિતિના પગલે ગેસ અને કોલસાના ભાવમાં ભડકો થયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસ અને કોળસાની કિંમત વધતા પાવર પ્લાન્ટ્સને અસર થઈ છે. કોલસાની તંગી અને ડેમોમાં ઓછા પાણીના સંગ્રહને કારણે અસર ચાલુ છે.. વીજ પુરવઠો ખોરવાતા ઔદ્યોગિક ક્ષેત્રે કરોડો રૂપિયાના નુકસાન અને શ્રમિકોની રોજગારી પ્રભાવિત થવાનો ભય ઊભો થયો છે. તેવામાં ઉર્જા વિભાગે રાજ્યના વિવિધ ઔદ્યોગિક સંગઠનો સાથે તાકીદની બેઠક યોજીને આગામી વીજ કાપ અંગે સત્તાવાર જાણ કરી છે. સરકારે આ 31 કંપનીઓને 10 દિવસમાં પોતાના પ્લાન્ટ શરૂ કરવાનું કડક અલ્ટીમેટમ આપ્યું છે.. સાથે ગુજરાતમાં કોલસા ઉત્પાદન યુનિટ શરૂ કરવા રજૂઆત કરવામાં આવી છે. ત્યારે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર આ બાબતે ગંભીરતા દાખવે તેવી ઉદ્યોગકારો દ્વારા રજૂઆત કરાઈ છે.