મેરઠની મુસ્કાન બાદ ઈંદૌરની સોનમ પણ બની પતિની હત્યારી વાત છે. ઈંદૌરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશી જે પોતાની પત્ની સોનમ સાથે હનીમૂન માટે શિલોંગ ગયા અને પાછા જ ન ફર્યાં. રાજા રઘુવંશીની હત્યા થઈ અને પત્ની સોનમ ગુમ થઈ હતી. જે મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. પતિની પત્ની સોનમ દ્વારા હત્યા કરવામાં આવી હતી. તેણે યુપીના ગાઝીપુરમાં આત્મસમર્પણ કર્યું. આ વાતનો ખુલાસો મેઘાલયના ડીજીપીએ કર્યો હતો.