પર્વતીય રાજ્યોમાં હિમવર્ષાની શરૂઆત થઈ ગઈ છે.હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પિતિ અને મનાલી પર્વતોમાં બરફવર્ષા થઈ હતી.જેના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું હતું.લાહૌલ-સ્પિતિ જિલ્લાના તાબોમાં લઘુત્તમ તાપમાન માઈનસ 0.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.બરફવર્ષાના પગલે આગામી દિવસોમાં ઉત્તર ભારતના રાજ્યોના તાપમાનમાં ઘટાડો થશે.