સુરત એરપોર્ટ પર સોનાની મોટી દાણચારોની પર્દાફાશ થયો છે.સુરત એરપોર્ટ પર 20 જુલાઈએ દુબઈથી આવેલા દંપતી પાસેથી 25.27 કરોડનું સોનું જપ્ત કરાયું છે, રાજ્યમાં સોનાની સૌથી મોટી 10 મોટી જપ્તીમાંથી એક છે આ જપ્તી છે..એર ઈન્ડિયા ફ્લાઈટમાં દુબઈથી આવેલા દંપતી પર એર ઇન્ટેલિજન્સ યુનિટને શંકા જતા પતિ-પત્નીની તપાસ કરાઈ હતી..આ તપાસ દરમિયાન દંપતી પાસેથી 28 કિલો સોનું પેસ્ટ સ્વરૂપમાં મળી આવ્યું હતું..દંપતીએ કપડા અને બુટમાં પણ સોનું છુપાવ્યું હતું. હવે કસ્ટમ વિભાગ બાદ ED અને DRI પણ જોડાશે તપાસમાં જોડાશે.દુબઈથી સુરત સોનાની દાણચોરીનું મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે.