અમરેલીના લીલીયાના ગ્રામ્ય પંથકમાં અંટાળીયા મહાદેવ મંદિરમાં ઘૂસ્યા તસ્કરો. દાનપેટી તોડી 40,000 રૂપિયાની કરી ચોરી. પરિસરમાં આવેલા અન્ય 5 નાના-મોટા મંદિરોમાં પણ હાથફેરો કર્યો. CCTV કેમેરામાં 4 બુકાનીધારી ચોર જોવા મળ્યા. ફરિયાદ થતાં પોલીસે શરૂ કરી શોધખોળ. અમરેલી: લીલીયાના ગ્રામ્ય પંથકમાં તસ્કરોનો તરખાટ, અંટાળીયા મહાદેવની દાનપેટી તોડી 40,000ની ચોરી, પરિસરમાં આવેલા અન્ય 5 નાના-મોટા મંદિરમાં પણ ચોરી મંદિરમાં લાગેલા CCTV કેમેરામાં ચોરીની સમગ્ર ઘટના કેદ, 4 બુકાનીધારી તસ્કરોએ મંદિરમાં ચોરીને આપ્યો અંજામ, પોલીસે ફરિયાદ નોંધી CCTVના આધારે તપાસ હાથ ધરી