સુરતના ડીંડોલી વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે.બેફામ થયેલા તસ્કરોએ ચાર દિવસમાં એક જ સોસાયટીને નિશાન બનાવીને વાહનોની ચોરી કરી છે.ગત રાત્રિએ લુંબિની સોસાયટીમાં બે તસ્કરો પ્રવેશ્યા હતા અને સોસાયટીના ઘર બહાર પાર્ક કરેલા બે બાઇકની ચોરી કરી હતી.બાઇક ચોરીની આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે.જેમાં તસ્કરો બાઇકની ચોરી કરતા નજરે પડે છે.ચાર દિવસ પહેલા પણ આ જ સોસાયટીમાં તસ્કરોએ બાઇકની ચોરી કરી હતી.ચોરીની ઘટનાથી સ્થાનિકોએ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં તસ્કરો બેફામ બન્યા.ચાર દિવસમાં એક જ સોસાયટીમાંથી બે બાઈકની ચોરી કરી..વહેલી સવારે બે બાઇક ચોરી કરી તસ્કરો ફરાર.બાઇક ચોરીની ઘટના CCTVમાં થઈ કેદ.લુંબિની સોસાયટીમાં બે તસ્કરો પ્રવેશ્યા હતા.ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી ચોરી કરી.4 દિવસ પહેલા પણ આજ સોસાયટીમાં બાઈક ચોરીની ઘટના બની હતી.