આ તબાહીના ભયાનક દ્રશ્યો સિક્કિમના છે. જ્યાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને ભારે વિનાશ વેર્યો છે.ભૂસ્ખલનને કારણે ઘણા રસ્તાઓ પ્રભાવિત થયા.ત્યારે વહીવટ તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે. પરિસ્થિતિ નિયંત્રણમાં ન આવે. ત્યાં સુધી લોકો જે જગ્યા પર છે ત્યાં જ રહે. મંગન જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદને કારણે ચારેબાજુ તબાહી મચી છે. સતત ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા હતા.