જમ્મુ કાશ્મીરમાં પણ આકાશી આફત જોવા મળી રહી છે.રાજૌરી જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે.ભારે વરસાદને કારણે રાજૌરી જિલ્લામાં ધારહાલી અને સક્તોહ નદીઓમાં પાણીનું સ્તર વધી ગયું.જેના કારણે નદીઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા.પ્રશાસને લોકોએ એલર્ટ રહેવા સૂચના આપી. અત્યાર સુધીમાં વરસાદને કારણે કોઇ રાજ્ય સૌથી વધુ પ્રભાવિત થયું હોય તો તે છે હિમાચલ પ્રદેશમાં અને તેમા પણ મંડી જીલ્લાની હાલત જુઓ.ઠેકઠેકાણે પહાડોથી સરકતા પત્થરો..પાણીના પ્રવાહમાં પોલી પડતી જમીન. કિનારે રહેલા મકાનો અને લાચારીમાં જોવા મળતા ત્યાંના લોકો.આ સ્થિતીની વચ્ચે મંડી છે.મંડીના સાંસદ કંગના રનૌતે સ્થિતીનો તાગ મેળવ્યો હતો.બીજી તરફ જરૂરી ચીજવસ્તુઓનો પણ અસરગ્રસ્તો સુધી પહોંચાડવામાં આવી છે.