ગીર ગઢડામાં શિકારની શોધમાં 6 સિંહોના ધામા, થોડા દિવસ અગાઉ ગામના જાહેર માર્ગ પર સિંહએ પશુનું મારણ કરી મીજબાની માણતો વિડિયો થયો વાયરલ, ગામની શાળાના પાસેના જાહેર માર્ગ પર 6 જેટલા સિંહો આવ્યા, થોડા દિવસ પહેલા શિકારની શોધમાં આવેલા 6 જેટલા સિંહોએ રખડતા પશુનું મારણ કર્યું, ગીર ગઢડા ગામ જંગલ વિસ્તાર પાસેનું હોવાથી અહીંયા અવાર નવાર શિકારની શોધમાં વન્ય પ્રાણીઓ આવે છે, ગામમાં જ સિંહોએ મારણ કરી મિજબાની માણતા રહીશોએ મોબાઈલ કેમેરા માં વીડિયો કેદ કર્યો હતો આ જ સિંહ પરિવાર રાત્રીના સમયે ગીર ગઢડા સનવાવ રોડ પર આવેલ વિદ્યાલય પાસે જોવા મળ્યો, હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે