ગીર સોમનાથના ગામોમાં સિંહ પરિવાર આવી જવાની ઘટના જાણે સામાન્ય બની ચૂકી છે. છાસવારે ગામમાં આવી જતા આ સિંહ પરિવારોના દ્રશ્યો પણ સામે આવતા હોય છે. તેવામાં ફરી એકવાર ગામની અંદર લટાર મારતા સિંહ પરિવારનો વીડિયો સામે આવ્યો. જે કોડીનારના સુગાળા ગામનો હોવાનું સામે આવ્યું.. જેમાં સિંહણ સાથે સિંહબાળ ગામની ગલીઓમાં લટાર મારતા નજરે પડ્યા.. સિંહણ અને સિંહબાળ મળી કુલ 6 સાવજોએ ગામમાં ધામા નાંખતા. CCTV કેમેરામાં કેદ થયા. ગામ અંદર લટાર મારતા સિંહોએ વાછરડાના મારણનો પ્રયાસ પણ કર્યો. પરંતુ, તેમાં નિષ્ફળ રહ્યા હતા. વાયરલ થયેલા આ દ્રશ્યો 26 નવેમ્બરની રાતના હોવાનું સામે આવ્યું છે. તો ગામમાં સિંહ પરિવારની લટારથી ગ્રામજનોમાં પણ ભયનો માહોલ છે.