વાત કરીએ આસામની તો અહીં બ્રહ્મપુત્ર અને બરાક સહિત. 15થી વધુ નાની-મોટી નદીઓ. ભયજનક સપાટીની ઉપર વહી રહી છે. આસામના 21 જિલ્લા પૂરની ઝપેટમાં છે. અને 6.32 લાખથી વધુ લોકો પૂરનથી પ્રભાવિત થયા છે. સતત વરસાદ, પૂર અને ભૂસ્ખલનને પગલે... હજારો મકાનો જમીનદોસ્ત થઈ ચુક્યા છે. અને અનેક પરિવારોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે. રસ્તાઓ પરનો વાહન વ્યવહાર તેમજ રેલવે વ્યવહાર. મહદઅંશે ખોરવાઈ ચુક્યો છે.