રાજ્યામાં SIRની ડ્રાફ્ટ યાદી જાહેર થયા બાદ લાખો મતદારોને ફરી ડોક્યુમેન્ટ વેરિફાય કરાવવા નોટિસ પાઠવવામાં આવી છે.જેમાં આ વખતે ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના ઘાંટવડ ગામથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે,અહીં SIRની કામગીરીમાં ફોર્મ-7 મુદ્દે અનેક ફરિયાદ મળી છે.જેમાં ઘાંટવડ ગામમાં નામમાં વિસંગતતાને કારણે 1300 જેટલા મતદારો પાસે ખુલાસો મગાતા વિવાદ સર્જાયો છે.જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવવાનું કહેતા ગ્રામજનો અને BLOને હાલાકી પડી રહી છે.એમાંય તમે જાણીને ચોંકી જશો કે તંત્ર દ્વારા એક જ દિવસમાં નોટિસનો જવાબ આપવાનું કહેતા ગ્રામજનોમાં નારાજગી છે.