અમદાવાદ (Ahmedabad) શહેરના મેમનગર ખાતે આવેલા વાળીનાથ ચોકમાં ફરી એક વાર મસમોટો ભૂવો પડી ગયો છે. અંદાજિત 10 ફુટથી વધુ પહોળો ભૂવો પડ્યો છે. રોડની વચ્ચોવચ ભૂવો પડી જતા વાહનચાલકો અને રાહદારીઓ અટવાયા છે. ભૂવો તો પડ્યો પણ તેની સાથે રોડની અંદર આવેલી ડ્રેનેજ લાઈન પણ તૂટી ગઈ છે. લોકોની માગ છે કે તંત્ર દ્વારા રોડ અને ડ્રેનેજ જલ્દીથી રીપેર કરવામાં આવે.