રક્ષાબંધન અને સાતમ આઠમના તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો જોવા મળ્યો છે. તહેવારો નજીક આવતાં છેલ્લા ચાર દિવસમાં જ ભાવમાં એકાએક વધારો જોવા મળ્યો છે. સીંગતેલના ભાવમાં 70 રૂપિયા જ્યારે કપાસિયા તેલના ભાવમાં 80 રૂપિયાનો વધારો થયો છે. અગાઉ સીંગતેલનો ડબ્બો 2380 રૂપિયાના ભાવે મળતો હતો, જેનો ભાવ વધીને 2450 થયો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2220 રૂપિયાથી વધીને 2300 સુધી પહોંચી ગયો છે. તહેવાર ટાણે ખાદ્યતેલના ભાવમાં વધારો થતાં ગૃહિણીના બજેટ પર અસર જોવા મળી રહી છે.સાથે જ આપને જણાવી દઈએ કે જૂના ડબ્બામાં ખાદ્યતેલનું વેચાણ ન કરવાનો નિયમ પણ લાગુ થયો છે.,.નિયમની કડક અમલવારીથી કૃત્રિમ તેજી ઉભી થયાનું અનુમાન છે.નવા ડબ્બાનો પુરતો સ્ટોક ન હોવાથી વેપારીઓ, મિલમાલિક હાલ મુંઝાયા છે,તહેવાર સમયે જ તેલના ભાવમાં ફરી ભડકો નોંધાતા મધ્યમ વર્ગ પર તેની અસર જોવા મળશે.