ચાંદીનો ભાવ ફરી ઓલ ટાઈમ હાઈ પહોંચ્યો..અમદાવાદમાં એક કિલો ચાંદીનો ભાવ 2 લાખને પાર..ચાંદીના ભાવમાં હજુ થઈ શકે વધારો..10 ગ્રામ સોનાનો ભાવ 1 લાખ 34 હજારને પાર. 12 ડિસેમ્બરે સોનાની જેમ, ચાંદીમાં પણ વધારો જોવા મળ્યો હતો. ભાવ પ્રતિ કિલોગ્રામ ₹2,01,100 પર પહોંચી ગયો હતો. એક દિવસ પહેલા, ચાંદીએ એક નવો રેકોર્ડ બનાવ્યો હતો. આ વર્ષની શરૂઆતથી ચાંદી 116.72 ટકા વધી છે. વૈશ્વિક પુરવઠાની અછત, ચીનમાંથી સતત મજબૂત માંગ અને વધતા ઔદ્યોગિક વપરાશને કારણે, આ વર્ષે ચાંદીએ વળતરની દ્રષ્ટિએ સોના કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. વિદેશી બજારોમાં ચાંદીનો હાજર ભાવ $62.88 પ્રતિ ઔંસ છે.