ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે.અને ચાંદીએ ઐતિહાસિક સપાટી કૂદાવી છે..ચાંદીની કિંમતમાં મંગળવારે 3.85 ટકા એટલે કે 9,562 રૂપિયાનો મોટો ઉછાળો જોવા મળ્યો, જેથી એક કિલો ચાંદીના ભાવ સીધા 2,56,450 રૂપિયા સુધી પહોંચી ગયા, આ ઉછાળાથી ચાંદી ઓલ ટાઈમ હાઇ થઈ છે.બાદમાં થોડા સમય પછી ભાવમાં સામાન્ય ઘટાડો આવ્યો હતો, જે પછી ચાંદી કિલો 2,55,248 રૂપિયાના ભાવ પર ટ્રેડ કરી રહી હતી, દિવસ દરમિયાન કારોબારનું સૌથી નીચલું સ્તર 2,46,888 રૂપિયા રહ્યું. માર્કેટ એક્સપર્ટના જણાવ્યા મુજબ, ચાંદીના ભાવમાં વધારા પાછળ અનેક કારણો જવાબદાર છે. વૈશ્વિક માર્કેટમાં ડોલર કમજોર પડી રહ્યો છે. જેથી કિંમતી ધાતુઓની માંગમાં વધારો થયો છે. ઉપરાંત ડોલર સામે રૂપિયો પણ નબળો પડી રહ્યો છે. અમેરિકા અને યુરોપમાં વ્યાજ દરોમાં કાપ મુકાય તેવી શક્યતાઓ છે જેથી રોકાણકારો સમજી વિચારીને ધાતુમાં રોકાણ તરફ વધારે ઝોક રાખ્યો છે.આ ઉપરાંત સોલર પેનલ, ઈલેક્ટ્રિક વાહનો, અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓમાં ચાંદીનો મજબૂત ઉપયોગ થઈ રહ્યો છે, જેથી રોકાણ ઉપરાંત ઉદ્યોગિક માંગમાં પણ બમ્પર વધારો આવ્યો છે.અને માંગ કરતા ઓછો પુરવઠાના કારણે ભાવ વધી રહ્યા છે