ચાંદીના ભાવમાં 6 હજારનો વધારો થયો છે. અને તે સાથે જ તેના ભાવ. 1.92 લાખની રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચી ગયા છે. વૈશ્વિક નજર કરીએ તો ચાંદી 61 ડોલર પર પહોંચ્યું છે. રૂપિયો નબળો પડવાને લીધે. ચાંદીના ભાવ વધ્યા છે. જો કે હાલ સોનાના ભાવ. 1.32 લાખ પર સ્થિર છે. નિષ્ણાતોનું કહેવું છે કે હાલ જે રીતે ચાંદીની વૈશ્વિક ડિમાન્ડ છે. તેને જોતા. તેના જે ભાવ વધવા જોઈએ. તે સોનાની સરખામણીમાં એટલા નથી વધ્યા. આ ભાવ વધારા પાછળ અનેક કારણો જવાબદાર છે. ચાંદીમાં તો "ચમક" દેખાઈ રહી છે. પરંતુ. ચાંદીની ખરીદીની ચમક ઝાંખી થઈ ગઈ છે. સતત વધતા ભાવોની વચ્ચે. ગ્રાહકો પણ અસમજંસમાં મુકાયા છે. અને એટલે સોના-ચાંદીના શો રૂમમાં હાલ ગ્રાહકોની હાજરી નહીંવત છે. નિષ્ણાતોનો મત છે કે વૈશ્વિક સંજોગો. અને હાલ જે રીતે ચાંદીના ભાવ વધ્યા છે તે જોતા. હવે ભાવમાં ઘટાડાની કોઈ શક્યતા નથી દેખાઈ રહી.